સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

૬૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

Posted by જાદવ નરેન્દ્રકુમાર રાવજીભાઈ (મો.નં.૯૯૦૪૦૭૩૫૦૮)  
Tagged as:
08:33 AM

પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)
તમે કહો તો પેલી સાઈકલ ચલાવી દઉં (૨)

સાઈકલ ચલાવી દઉં ને વેડચ (ગામનું નામ) બતાવી દઉં (૨)
પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)
તમે કહો તો પેલી સ્કૂટી ચલાવી દઉં (૨)
સ્કૂટી ચલાવી દઉં ને જંબુસર (તાલુકા મથકનું નામ) બાતાવી દઉં (૨)
પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)
તમે કહો તો પેલી મોટર ચલાવી દઉં (૨)
મોટર ચલાવી દઉં ને ભરૂચ (જીલ્લા મથકનું નામ) બતાવી દઉં (૨)
પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)
તમે કહો તો પેલી બસ ચલાવી દઉં (૨)
બસ ચલાવી દઉં ને ગુજરાત બતાવી દઉં (૨)
પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)
તમે કહો તો પેલું વિમાન ચલાવી દઉં (૨)
વિમાન ચલાવી દઉં ને ભારત બતાવી દઉં (૨)
પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)
તમે કહો તો પેલું કોમ્પ્યુટર ચલાવી દઉં (૨)
કોમ્પ્યુટર ચલાવી દઉં ને દુનિયા બતાવી દઉં (૨)
પપ્પા રે પપ્પા મને નાનકી ના સમજો (૨)

કૂ કૂ બોલે કોયલડી, મીઠું બોલે મોરલિયો (૨)

હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી
વાંચવું મને ખુબ ગમે, લખવું મને ખુબ ગમે (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી
ગાવું મને ખુબ ગમે, રમવું મને ખુબ ગમે (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી
લડવું મને ગમતું નથી, રડવું મને ગમતું નથી (૨)
હે.....મને વ્હાલી લાગે (૩) મારી નિશાળ હા....હા....હા....
ઓ ગુરૂજી..... ઓ ગુરુજી...... કૂ કૂ બોલે કોયલડી

About the Author

Write admin description here..

પ્રાથમિક મિશ્રશાળા-નવી વસાહત-વેડચના આ બ્લોગની મુલાકાત બદલ આપનો ખુબ-ખુબ આભાર

Proudly Powered by Blogger.
back to top